Home> Gujarat
Advertisement
Prev
Next

સંગઠનને આગળ વધારવા પ્રદેશ ભાજપની કવાયત, સદસ્યતા અભિયાન માટે સમિતિ બનાવી

 લોકસભાની ચૂંટણી બાદ હવે પ્રદેશ ભાજપ આગામી ચૂંટણી અને સંગઠન પર્વની તૈયારીઓમાં લાગી ગયું છે. રાષ્ટ્રીય સ્તરેથી નિર્ણય થયા બાદ હવે પ્રદેશ ભાજપે પણ સંગઠનને આગળ વધારવા સદસ્યતા અભિયાનની સમિતિની રચના કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને સંયોજક તરીકે અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પણ સદસ્યતા નોંઘણી અભિયાન હેઠળ 20 ટકા નવા સભ્યો બનાવશે અને સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી ભાજપના અભિયાનને આગળ વધારશે.

સંગઠનને આગળ વધારવા પ્રદેશ ભાજપની કવાયત, સદસ્યતા અભિયાન માટે સમિતિ બનાવી

બ્રિજેશ દોશી, અમદાવાદ: લોકસભાની ચૂંટણી બાદ હવે પ્રદેશ ભાજપ આગામી ચૂંટણી અને સંગઠન પર્વની તૈયારીઓમાં લાગી ગયું છે. રાષ્ટ્રીય સ્તરેથી નિર્ણય થયા બાદ હવે પ્રદેશ ભાજપે પણ સંગઠનને આગળ વધારવા સદસ્યતા અભિયાનની સમિતિની રચના કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને સંયોજક તરીકે અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પણ સદસ્યતા નોંઘણી અભિયાન હેઠળ 20 ટકા નવા સભ્યો બનાવશે અને સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી ભાજપના અભિયાનને આગળ વધારશે.

fallbacks

fallbacks

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

લોકસભા ચૂંટણી બાદ પ્રદેશમાં આવી રહેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓને લઇને ભાજપે કમર કસી છે. 18 જૂનના રોજ પ્રદેશ ભાજપની વિસ્તૃત બેઠકો યોજાશે. જેમાં પ્રદેશના આગામી આયોજનોને લઇને ચર્ચા કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકાઓની પેટાચૂંટણી, વિશ્વ યોગ દિવસ, બલિદાન દિવસ અને કટોકટી વિરોધી દિવસની ઉજવણીને લઇને ભાજપ તૈયારીઓ કરશે. તો સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીઓની તૈયારીઓની પણ સમીક્ષા થશે. તો સાથે જ સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે મંડલ સ્તર સુધી આયોજન કરાશે. જેથી કરીને છેવાડાના લોકો સુધી ભાજપ પહોંચી શકે. આ અભિયાન હેઠળ વર્તમાન 1 કરોડથી વધુ સભ્યો ઉપરાંત 20 ટકા નવા સભ્યોની નોંઘણી કરાશે. જેથી ભાજપ સંગઠનને વધુ મજબૂત કરી શકાય. આ અભિયાન સાથે ભાજપ સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી બને તે ઉદ્દેશ સાથે નેતાઓને આગળ વધવા માર્ગદર્શન અપાશે.

જુઓ LIVE TV

 ભાજપમાં હંમેશા સંગઠનનું પ્રભુત્વ રહ્યું છે અને સરકારની તમામ યોજનાઓમાં સંગઠનની પણ ભાગીદારી રહી છે ત્યારે 17 જૂનથી શરુ થનારા કૃષિ મહોત્સવમાં પણ સંગઠન જોડાશે અને સફળ બનાવશે. જે પણ વિસ્તારોમાં ભાજપને મુશ્કેલી રહી હોય ત્યાં સંગઠન વધુ મજબૂત બનાવીને ખામીઓ દૂર કરાશે તો સાથે જ નવા સભ્યો જોડીને વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 3 મહિના દરમિયાન આ સભ્ય નોંઘણીથી ભાજપના કાર્યકરો ઘરે-ઘરે પહોંચીને ભાજપનો પ્રચાર પણ કરશે. ભાજપનું આ આયોજન આ વખતે કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More